ડભોઇ એક તરફ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા અભિયાન’ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ડભોઇના વડોદરી ભાગોળ વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે આ વિસ્તારમાં ગંદકી અને પશુ દવાખાનાની આસપાસ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.
મચ્છરોનો ભારે ત્રાસ: દવાખાનાના કમ્પાઉન્ડમાં ભરાયેલા કચરા અને ઝાડીઓને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બની ગયો છે, જેનાથી ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અસહ્ય દુર્ગંધ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે, પરિણામે નજીકના રહેઠાણ વિસ્તારના લોકો અને વેપારીઓ માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે તંત્રની ઉદાસીનતા: સ્થાનિકોનો આક્ષેપ છે કે ડભોઇ નગરપાલિકા માત્ર સોશિયલ મીડિયા પર સ્વચ્છતા અભિયાનના ફોટા મૂકવામાં જ વ્યસ્ત છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આવી વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.વડોદરી ભાગોળ વિસ્તારના રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું નગરપાલિકાના સત્તાધીશો કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે કે પછી સત્વરે આ ગંદકી દૂર કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરશે સ્થાનિકોની માગ છે કે નગરપાલિકા વહેલી તકે આ ઝાડી-ઝાંખરા દૂર કરે અને પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં યોગ્ય સફાઈ કરાવે જેથી લોકોમાં ફેલાયેલો રોષ શાંત થાય અને વિસ્તારને ગંદકીમાંથી મુક્તિ મળે.

