33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગ્રામજનોમાં અસંતોષ.

સ્વયંભૂ લેખિત અરજી સાથે લોકો પહોંચ્યા વિસાવદર નગરપાલિકા આજે વિસાવદર ખાતે સરદાર પટેલ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકતાઓ તેમજ પ્રજાજનો પોતાના મૂંઝવતા પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સ્વયંભૂ લેખિત અરજીમાં લખી અને નગરપાલિકા પહોંચ્યા હતા . વિસાવદર નગરપાલિકા હાય હાય ના નારા સાથે લોકો વિસાવદર નગરપાલિકાએ જે વેરાની અંદર વધારો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજે નગરપાલિકાએ પહોંચ્યા હતા ત્યાં ઉપસ્થિત પ્રમુખ ઉપપ્રમુખ ને પોતાની સમસ્યાઓ મૌખિક તેમજ લેખિતમાં આપી હતી લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાઈ મહિનાથી સતત રજૂઆત કરવા છતાં હજુ પણ સંતોષકારક કોઈપણ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવી નથી તેમ જ હાલ નગરપાલિકા દ્વારા વેરામાં પણ વધારો કરવામાં આવેલ હોય જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે અમારે પાણીની સમસ્યાઓ છે ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે રોડની સમસ્યાઓ છે સાંકડા રસ્તાઓની સમસ્યાઓ છે આ કોઈ સમસ્યાઓનું હજુ નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યાં તો વેરામાં વધારો જીકી દેવામાં આવ્યો છે આમ આજે વિસાવદર ની જનતા નારાઓ સાથે નગરપાલિકા આવી પહોંચી હતી આ દરમ્યાન સખત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. અને ત્યાં હાજર પ્રમુખ ઉપપ્રમુખ એ જણાવ્યું હતું કે અમો કર્મચારી દ્વારા જે સમસ્યાઓ છે તેનો નિરાકરણ કરાવવા ટૂંક સમયમાં લોકોની સમસ્યાનો નિરાકરણ આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું . હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકા ખરેખર વિસાવદરની સમસ્યાઓનું નિરાકરણ કરી શકશે કે નહીં ? રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર સરદાર પાર્ક સોસાયટી ખાતે ખાખરીયા હનુમંત ગ્રુપ દ્વારા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિવિધ સેવા કાર્યો સંપન્ન

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા “ગુરુ વંદના” સાથે શિક્ષક દિન ઉજવાયો.

admin

Leave a Comment