30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

મહેદવીયા સ્કૂલ ડભોઇ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ

મહેદવીયા સ્કૂલ ડભોઇ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવની સામાજિક અને આર્થિક પછાત વર્ગની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને “સરસ્વતી સાધના” યોજના હેઠળ સાયકલ આપવામાં આવતી હોય છે.

જે અંતર્ગત મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલ, ડભોઇ ખાતે શાળાની કન્યાઓ માટે આવેલ સાયકલોનું તેજ દિવસે વિતરણ કરવામાં આવ્યું.

શાળાની ગત વર્ષની એકસો છત્રીસ અને ચાલુ વર્ષની એકસો ઓગણત્રીસ આમ કુળ બસો પાસંઠ કન્યાઓને સાયકલો વિતરણ કરવામાં આવતા દીકરીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો.આ પ્રસંગે શાળા સંચાલક મંડળ મહેદવીયા તાલીમી સોસાયટી,ડભોઈ ના પ્રમુખ ઈબ્રાહીમભાઈ મહુડાવાલા, મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ, સહમંત્રી હુસેનભાઇ પચ્ચીગર, ખજાનચી પોતે ઉપસ્થિતિ રહી દીકરીઓને મળનાર દરેક સરકારી લાભો તેઓ સુધી પહોંચે અને સમાજમાં કન્યા કેળવણી વધે એ અંગે સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ જવા 7 નવીન એસ.ટી.બસોની શરૂ

admin

સાવલીના APMC હૉલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

admin

મુંબઇની બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો

admin

Leave a Comment