Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુપોષિત સગર્ભા મહિલાઓના આરોગ્ય સુધારણા હેતુસર પોષણતત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે આ કાર્યક્રમ સમાજસેવી સંસ્થા તથા ખાનગી કંપનીના જનભાગીદારીથી યોજાયો હતો, જે તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી અમલમાં મૂકાયો હતો.

વડાપ્રધાનના “સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક” અભિયાન અંતર્ગત સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રા. લિ.ના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાઆરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌવાણના માર્ગદર્શન હેઠળ સાવલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારની આશરે 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થી મહિલાઓને પોષણતત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિઓ, શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના કનુભાઈ લીંબચીયા, જયેશભાઈ દેસાઈ, વિરેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ રાઠવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થી સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

વડોદરાના ઓપી રોડ પર બેન્કસ હોસ્પિટલ નજીક અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

admin

રોડ શાખાની વિવાદિત દરખાસ્ત રદ્દ કરવા શહેરના જાગૃત નાગરિકનું સૂચન

admin

ડભોઈ તાલુકાના કાયાવરોહણના ફલવા ટેકરી ફળિયામાં DPમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી

admin

Leave a Comment