Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા – જિલ્લા કલેકટર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ કવાંટના ગેર મેળો ૨૦૨૫નું જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લીધી હતી.

કવાંટ ખાતે ઘેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ,ફનફેર અને વાહનપાર્કીંગ વ્યવસ્થા,ખાણી પીણીના સ્ટોલની વ્યવસ્થા,મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મુખ્ય બજાર,બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારનું કલેકટરશ્રીએ નિરીક્ષણ કર્યુ હતું.ગેર મેળાના રૂટ પ્રમાણે નોડલ અધિકારીઓને પ્રાથમિક સુવિધો માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન કર્યુ હતું.

જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા સહીત ગેર મેળા ૨૦૨૫ના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી તથા કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

છોટાઉદેપુર જિલ્લાના સાર્વજનિક હાઇસ્કુલ ભાટપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં બાળકોને આયર્નની ગોળી ગળાવી અને એના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા.

admin

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લઓમાંથી ચોરાયેલ મોટર સાયકલો સાથે આંતરરાજ્યની (મધ્યપ્રદેશ) ટોળકીના બે ઇસમોને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment