Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની લોકજાગૃતિ માટે છોટાઉદેપુર નગરમાં ભવાઇ કાર્યક્રમ યોજ્યો.

દેશના માનનીય વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરુ કરેલ દેશવ્યાપી “ટીબી મુક્ત ભારત અભિયાન” ઝૂંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકો માં જાગૃતતા લાવવા માટે આજે છોટાઉદેપુર હાટ બજાર માં ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર , નિક્ષય પોષણ સહાય સહિત ની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે જરુરી જાણકારી સાદી સરળ અને રમૂજ ભાષામાં લોકો ને મળી રહે અને લોકો તેનો સહેલાઈથી લાભ લઇ શકે તે હેતુથી ભવાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.એમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ ભવાઈ કાર્યક્રમ માં જય મોગલ યુવક મંડળ ની ટીમ એ સુંદર રીતે ભવાઈ ભજવીને રમુજી ટુચકા ઓ થકી લોકોને આકર્ષિત શૈલી માં જાણકારી આપી હતી જેમાં જિલ્લા ટીબી એચ આઈ વી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, જિલ્લા પીપીએમ કો-ઓરડિનેટર અશ્વિનભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઈઝરો મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર રાજુભાઇ રાઠવા સહિત ના આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે. કે કેમ તેની રિયાલિટી ચેક કરતા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

નસવાડી પોલીસે મધ્યપ્રદેશના 6 ઘરફોર ચોરોને બે દિવસના રિમાન્ડ લઈને સદ્દન પૂછ પરછ કરી

admin

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024 નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

admin

Leave a Comment