માવઠાના કારણે ડભોઇ તાલુકાના ખેડૂતોને થયું મોટું નુકસાન સોયાબીન કપાસ ડાંગર ત્રણ દિવસના માવઠામાં થયા જમીન દોષ
શિયાળુ પાક પહેલા સહાય મળે તેવી ખેડૂતોને આશા માવઠાના કારણે કરોડો રૂપિયાનું ખેડૂતોને થયું નુકસાન ચાર મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં ગઈ મોંઘા દાટ બિયારનો વાપરી ઊભો કરેલો પાક કમોસમી વરસાદમાં બેસી ગયો કૃષિ સહાયમાં વડોદરા જિલ્લાને રાખવામાં આવે છે બાકાત કૃષિ સહાય મળશે કે નહીં જેને લઇ ખેડૂતો બન્યા ચિંતિત
વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો છે પત્રડભોઇ તાલુકામાં અંદાજે 5000 હેક્ટરમાં થયું છે નુકસાન જેની આશરે કિંમત 15 કરોડની આસપાસ ગુજરાતમાં તાજેતરમાં જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો તો જેના કારણે ગુજરાતના અનેક ખેડૂતો પોતાનો ઉભો પાક પોતાની આંખ સમક્ષ નીચે બેઠેલો જોયો હતો જેને લઈને હવે ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તેવામાં વડોદરાના ડભોઇની વાત કરવામાં આવે તો 26 તારીખથી ચાર દિવસ સુધી કામોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના મોટા ભાગના પાકો જમીનદોસ થવા પામ્યા છે જેમાં ડાંગર કપાસ સોયાબીન દિવેલા સહિતના પાકોનો સમાવેશ થાય છે ત્યારે ડભોઇ તાલુકાના શંકરપુરા તેનતલાવ સાઠોદ શીરોલા નાના કરાડા વિસ્તારોમાં ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જેમાં કપાસ સોયાબીન અને ડાંગર નો સમાવેશ થાય છે જેને લઈને સ્થાનિક ખેડૂતો સાથે વાત કરી હતી તેઓ દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જ્યારે સહાયની વાત આવે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકાર સાચવતી હોય છે મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાને હજી સુધી કોઈપણ જાતની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવતી સાથે સાથે ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખૂબ વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે જેને લઇને શિયાળો પાક પહેલા જ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે જેથી શિયાળુ પાક ખેડૂતો લઈ શકે તેવી આશા બેસાડીને ડભોઇ તાલુકાના ખેડૂતો બેઠા છે સાથે સાથે વડોદરા જિલ્લાના ચારે ધારાસભ્ય હવે એક મંચ ઉપરથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ આગામી સમયની અંદર સર્વે ક્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ખેડૂતોને સહાય મળે છે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે

