27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા–સાવલી રોડ પર ડમ્પર સળગી ઉઠ્યું : ભીષણ આગથી વાહનવ્યવહાર ધજાગરા, સદનસીબે જાનહાનિ નહીં

વડોદરા: શહેર બહારના સાવલી–વડોદરા રોડ પર આજે બપોરે ગોઠડા–બહુથા ગામ વચ્ચે એક હાઇવા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગી આવેલી આ આગને કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થામાં ભારે અવરોધ સર્જાયો હતો અને થોડાક સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ઘટનાસ્થળે ડમ્પર સંપૂર્ણ રીતે સળગી ઉઠ્યું હતું, જેના જ્વાળાં દૂરથી જ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાનો અહેવાલ નથી.

આગ અંગે જાણ થતા જ સાવલી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે વધારાની ફાયર ટેન્ડરો સહાય માટે બોલાવવી પડી.

પ્રારંભિક માહિતી મુજબ, ડમ્પરમાં આગ કેમ લાગી તેના કારણો હજી સ્પષ્ટ થયા નથી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ડભોઇ તાલુકાના ઓરસંગ નદી માંથી સફેદ રેતી નો બે નંબરી ભૂ માફિયાઓ દ્વારા કાળો કારોબાર

admin

ભાજપ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાનનું આયોજન કરાયું

admin

ડભોઇ તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી MGVCL ની ઘોર બેદરકારી, ગમે ત્યારે મોટી હોનારતની ભીતિ

admin

Leave a Comment