32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સબજેલ છોટાઉદેપુર ખાતે બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબજેલ છોટાઉદેપુરનાં સંયુક્ત ઉપક્રમે જનનાયક બીરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટનાં મંત્રી મનુભાઈ રાઠવા, તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, મનિષભાઇ રાઠવા,ડો જયેશ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી બંદીવાન કેદીઓને બીરસા મુંડાનાં જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે આઝાદીની લડતનાં ક્રાન્તિકારી લડવૈયાઓ તથા સમાજ સુધારકોનાં પ્રેરણાદાયી પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સબજેલના સુપ્રિટેન્ડેન્ટ ડી.કે.પરમાર સહિત જેલનો સ્ટાફ તથા બંદીવાન કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકમાત્ર ડોલોમાઈટ ઉદ્યોગ છેલ્લા ૧૦ દિવસથી ઠપ્પ

admin

કવાંટ-નસવાડી માર્ગ પર સીમેન્ટ ભરેલું ટ્રેલર પલટી ગયું, ચાલક ઇજાગ્રસ્ત

admin

છોટાઉદેપુરમાં દિવાળી નજીક આવી પરંતુ રંગોળીના ધંધામાં ઓર્ડર આવતો નથી. મંદીનો માહોલ વેપારીઓ ચિંતિત જોવા મળી

admin

Leave a Comment