Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના પારીખા ગામે શિક્ષણના ધજાગરા: બાળકોના હાથમાં પેન-પુસ્તકને બદલે સાવરણી

ડભોઇ ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ડભોઇ તાલુકાની પારીખા પ્રાથમિક શાળામાં સ્થિતિ કંઈક અલગ જ છે. અહીં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે શું છે સમગ્ર મામલો શાળામાં કુલ 41 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ તેમને ભણાવવાને બદલે તેમની પાસે શાળાના મેદાન અને રૂમોમાં કચરો વળાવવામાં આવી રહ્યો છે. વાલીઓ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, પરંતુ અહીં બાળકો મજૂરી કરવા મજબૂર બન્યા છે.

​શિક્ષકોની ઘોર બેદરકારી શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે, પરંતુ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે ગેરહાજર સ્ટાફ: એક શિક્ષક દોઢ મહિનાથી રજા પર છે, જ્યારે બીજા શિક્ષક પણ હાજર રહેતા નથી.સમયપાલનનો અભાવ: શાળાનો સમય સવારે 10:30 વાગ્યાનો છે, તેમ છતાં 11:15 સુધી કોઈ પણ શિક્ષક ડોકાયું ન હતું.વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ: બાજુની શાળાના શિક્ષકને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેઓ પણ સમયસર હાજર થયા ન હતા.મીડિયાના સવાલો પર મૌન: જ્યારે આ ગેરરીતિ અંગે જવાબદાર વ્યક્તિઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મીડિયા સમક્ષ કોઈ પણ ખુલાસો આપવાનો ઈનકાર કરી દીધો હતો.
​મુખ્ય પ્રશ્નો અને આક્રોશ સરકાર પાસેથી લાખોનો પગાર લેતા શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે કેમ રમત રમી રહ્યા છે?
​જો ભણવાના સમયે બાળકો પાસે કચરો સાફ કરાવવામાં આવશે, તો તેમનું ભણતર કેવી રીતે સુધરશે શું ડભોઇ શિક્ષણ વિભાગ આ ‘લાલિયાવાડી’ સામે કડક પગલાં ભરશે?
​નિષ્કર્ષ: એક તરફ સરકાર ડિજિટલ શિક્ષણની વાતો કરે છે, ત્યારે પારીખા પ્રાથમિક શાળાની આ તસવીરો શિક્ષણ જગત માટે શરમજનક છે. 41 નિર્દોષ બાળકોનું ભવિષ્ય અત્યારે રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટીનો હલ્લાબોલ

admin

વડોદરા માંજલપુર ઈવા મોલમાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો મચ્યો

admin

પાલિકા ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી

admin

Leave a Comment