36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની સમા નવરચના સ્કૂલને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ

વડોદરાની સમા નવરચના સ્કૂલને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી વાલીઓને મેસેજ થકી જાણ કરાતા તાત્કાલિક વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.જ્યારે બીજી તરફ પોલીસની વિવિધ એજન્સીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું.આ પહેલા પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સીટીની બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો.ત્યારે હવે બાળકોની સુરક્ષાને લઈ વાલીઓ દ્વારા સવાલો ઉઠવા પામ્યાં હતા.

વડોદરા શહેરની નવરચના સ્કૂલને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક સ્કૂલ સંચાલકો એક્શનમાં આવ્યા હતા. આ બાબતની જાણ સ્કૂલની એપ્લિકેશન મારફતે વાલીઓને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસની વિવિધ એજન્સીઓ નવરચના સ્કૂલ ખાતે દોડી આવી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ વડે સ્કૂલના તમામ વિભાગોમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાથી બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા હતા. એકાએક સ્કુલ છોડી દેવામાં આવતા માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જે વખતે પણ સ્કૂલ યુનિવર્સિટી તાત્કાલિક ખાલી કરાવાઈ હતી અને પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી હાલ આજરોજ મળેલા બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલને લઈ પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધની વચ્ચે જિલ્લાના તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી

admin

વડોદરામાં વધી રહેલા અછોડોતોડના બનવો વચ્ચે ક્રાઇમબ્રાન્ચ પોલીસને સફળતા મળી

admin

સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર A.H.T.U. ટીમ

admin

Leave a Comment