36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત

વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત જોવા મળી છે. બુધવારે પાણીગેટ પોલીસ મથકથી લઈ હરણખાના સુધી રસ્તામાં અવરોધ રૂપ દબાણો પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા વાડી અને પાણીગેટ પોલીસ મથકના બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ હરણખાણા રોડ ઉપર રસ્તામાં આવતા અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાલિકાની દબાણ શાખાની ટીમે જેમાં જમીન મિલકત અમલદાર ટીપી તેમનો સ્ટાફ એન્જિનિયર સર્વેયર ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિભાગ સાથે વાડી અને પાણીગેટ પોલીસ મથકના પોલીસ બંદોબસ્તને સાથે રાખીને 50 ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ રોડ પર આવતા મકાનોના સંડાશ બાથરૂમ શેડ, ઓટલા, ઓરડીની દીવાલોને દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.

Related posts

વડોદરાની સીકલીગર ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

admin

ડભોઈમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના અલકાપુરી રેલવે ગરનાળાનો ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેવાનો વડોદરા સેવાસદનને ભારે પડ્યો

admin

Leave a Comment