વડોદરા : આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પ્રક્રિયા અંતર્ગત EVM બનાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના આશરે ૧૦ જેટલા નિષ્ણાત એન્જિનિયરો દ્વારા મશીનોનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૫,૦૦૦ જેટલા બેલેટિંગ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU) ની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ચૂંટણી પૂર્વેની ફરજિયાત પ્રક્રિયા મુજબ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોર્પોરેશનનો સ્ટાફ તથા મજૂરો પણ સહકાર આપી રહ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તમામ મશીનોની સંપૂર્ણ તપાસ બાદ જ તેને ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવશે.

