ડભોઇ તરસાણ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત: એકનું કરૂણ મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગત્ર રાત્રિ દરમિયાન ડભોઇ-તરસાણા ચોકડી નજીક એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.મરનાર વ્યક્તિનું નામ ઈસ્માઈલ ઈબ્રાહીમ મનસુરી સલાટ (ઉંમર આશરે 65 વર્ષ). રહેવાસી મહુડી ભાગોળ બહાર નવીનગરી જકાતનાકા ઈસ્માઈલભાઈ ભંગારની લારી લઈને જઈ રહ્યા હતા પુર ઝડપ આવી રહેલાએક TVS જ્યુપીટર ગાડી નંબર GJ-22-S-9278 નો ચાલકે લારીને ટક્કર મારતા લારી ચાલક ઈસ્માઈલભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ડભોઇની રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
જ્યુપીટર ગાડી ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તે આવે તે પહેલાં જ સ્થાનિક રહેવાસીઓએ માનવતા દાખવીને તેમને પોતાની ઈકો (Eeco) કારમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા.અકસ્માતમાં લારી ચાલક ઈસ્માઈલભાઈનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલાજ્યુપીટર ગાડી ચાલકને હાલમાં વડોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના બનાવવા અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

