40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધોરાજીના ધમધમતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો

ધોરાજીના ભરચક ગણાતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. બે અજાણ્યા શખ્સોએ રિક્ષામાં તોડફોડ કરી બાદમાં રિક્ષાચાલક પર લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કર્યો હતો.હુમલામાં રિક્ષાચાલક અનવર અજીજ મોતીવાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.આ ઘટનાને પગલે ત્રણ દરવાજા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related posts

વડોદરાના ચક્લી સર્કલ ખાતે કાર બેકાબુ બનતા અકસ્માત

admin

વાઘોડિયાની ડો. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ‘અમૃત મહોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ

admin

વડોદરાના ગધેડા માર્કેટ ચાર ચાર રસ્તે ટ્રાફિક ડ્રાઇવ સહિત હંગામી દબાણો ખસેડી ત્રણ ટ્રક માલ સામાન કબજે

admin

Leave a Comment