Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના ધરમપુરી પાસે મધ્ય ગુજરાત વીજ કંપનીએ થાંભલા રોડ ઉપર મૂકતા અકસ્માતનો ભય

ડભોઇ તાલુકાના ધરમપુરી પાસે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થાંભલા રોડ ઉપર મૂકવામાં આવ્યા છે. કોઈ વાહન ચાલક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવે તો થાંભલામાં જઈને ભટકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ રોડની પહોળાઈ ઓછી છે અને બે વાહનો ભેગા થાય તો એક સાથે નીકળી શકતા નથી. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આ થાંભલા રોડ ઉપરથી તાકીદે હટાવે તેવી લોકોની માંગ છે.

આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જોડતો મુખ્ય રસ્તો છે ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો મુખ્ય રસ્તો છે.આ રોડ ઉપર રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ નવી વીજ લાઈન નાંખવા માટે મેઈન રોડ ઉપર વીજપોલના થપ્પા માર્યા છેરાત્રિના સમયે આ વીજ પોલો દેખાતા પણ નથી.જ્યારે રોડ ઉપર કોઈ વસ્તુ મૂકેલી હોય. ત્યારે લાલ કપડું અથવા તો બોર્ડ મૂકવું જોઈએ. પરંતુ મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીના આ પોલો પડી રહ્યા છે. ન તો એનો ઉપયોગ કરવામાં આવે છે ન તો એને હટાવવામાં આવે છે આ થાંભલાના કારણે અકસ્માત થાય તો કોની જવાબદારી એવો સવાલ પુછાઈ રહયો છે.હાલ તો મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ અકસ્માતની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે.પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તા ઉપર આવી રીતના થાંભલા મૂકવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગની પરવાનગી પણ લીધી નથી. ત્યારે પંચાયત માર્ગ મકાનવિભાગનાઅધિકારીઓએ પણ કાળજી લેવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.

Related posts

શહેરમાં પૂરની સ્થિતી અંગે જાણ હોવા છતા ઝૂ તંત્ર દ્વારા પ્રાણીઓને બચાવવા માટે યોગ્ય પગલાં ન લેવાતા મુંગા પશુઓના મોત

admin

અમદાવાદ વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ

admin

પોલીસે બુટલેગરોને શાંતિથી સમજાવ્યા નહીં સમજે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

admin

Leave a Comment