Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાની છોકરીઓને સાઈકલનું વિતરણ

ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર દ્વારા આજે ગ્રામીણ વિસ્તારની શાળાની છોકરીઓને શાળામાં અભ્યાસ માટે જવા માટે સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલા,વડોદરા ચેપ્ટરના પ્રમુખ શિવાની પટેલ, અંકોડિયાના સરપંચ મયુરી પટેલ અને આચાર્ય સહિત શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

ફિક્કી ફ્લો સંસ્થા દ્વારા કૌશલ્ય અને શિક્ષણ સશક્તિકરણ પહેલની કરતા દેશભરમાં 20 સ્થળોએ કન્યાઓને શિક્ષણ મેળવવા માટે શાળાએ જવા માટે જરૂરી એવી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. અંકોડિયા ગામની અંકોડીયા પ્રાથમિક શાળા અને ઇન્દિરાનગર (અંકોડિયા) પ્રાથમીક શાળાની 20 વિદ્યાર્થીનીઓને મહાનુંભાવોના હસ્તે સાયકલ આપવામાં આવી.દીકરીઓને શિક્ષણ મેળવવા માટે દૂર દૂરથી આવવું પડતું હોવાથી સમયસર શાળાએ પહોંચી શકે તે માટે મુકુલ મહાદેવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સના ના સીએસઆર ભંડોળના અનુદાનથી દીકરીઓને સાયકલ આપવામાં આવી હતી.

Related posts

પાલિકામાં સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

admin

‘મારી દીકરી, મારા આંગણે’ અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે બાલગોપાલ ગરબા મહોત્સવ

admin

વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આંદોલનના મૂડ માં..

admin

Leave a Comment