અંબિકા એન્જિનિયરિંગમાં આગ! વાયરના બ્લાસ્ટનો તણખલો ઓઇલ પર ઉડતા આગ વિકરાળ બની!
વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે, મકરપુરા જીઆઇડીસીમાં 466/467 નંબરના શેડમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગમાં વાયરના બ્લાસ્ટનો તણખલો ઓઇલ પર ઉડતા આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે દોડધામ પણ મચી ગઈ હતી,જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી,શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

