35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી મધરાત્રીએ આગ, 48 મકાનોમાં અંધારપટ

વડોદરા શહેરમાં વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી જ એક ઘટના મધરાત્રિના સમયે હરણી રોડ સ્થિત સંગમ રોડ નજીક બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં બની હતી, જ્યાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી.

મળતી માહિતી મુજબ મધરાત્રિના સમયે વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. અચાનક મોટો અવાજ સંભળાતા એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈને તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. વીજ મીટરોમાં આગ લાગતા સમગ્ર કોમ્પ્લેક્સમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી અને આશરે 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે આગના કારણે વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.

આગ પર કાબુ મેળવ્યા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતા રહીશો ગરમી વચ્ચે પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા. રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગણી પણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

વડોદરાના કમાટીબાગમાં બાળકીના મૃત્યું બાદ ટ્રેનના ટ્રેકની આસપાસ ગ્રીલ લગાવવામાં આવી

admin

ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેકટરને આવેલા પત્ર

admin

વિશ્વામિત્રી નદી પાસે બુલેટ ટ્રેનનું કામ થઈ રહ્યું છે ત્યાં એક પાયો ઉપરથી એક મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો

admin

Leave a Comment