36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિવાળીના સમય દરમિયાન બાળકો માટે અગ્નિસુરક્ષા જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

દિવાળીના પ્રસંગે બાળકોમાં સુરક્ષિત અને જવાબદારીપૂર્ણ રીતે તહેવાર ઉજવવાની ભાવના જાગૃત કરવા માટે એક ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ દરમિયાન બાળકોને ફટાકડા કેવી રીતે સુરક્ષિત રીતે ફોડવા, યોગ્ય અંતર રાખવું, અને હંમેશા મોટા લોકોની દેખરેખ હેઠળ ફટાકડા ફોડવા તે બાબતો શીખવવામાં આવી હતી.તેમજ તેમને ધુમાડાથી પોતાનો બચાવ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું.જેમ કે નાક અને મોઢા પર સ્વચ્છ રૂમાલ રાખવો, વધુ ધુમાડાવાળા વિસ્તારોથી દૂર રહેવું અને હવાની યોગ્ય આવનજાવન રાખવી.આ ઉપરાંત તાલીમમાં આગની દુર્ઘટનાથી બચવા અને સ્વ-સુરક્ષા માટેના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી. સિગ્નસ સ્કૂલના બાળકોને સમજાવવામાં આવ્યું કે જો કપડાંમાં આગ લાગી જાય તો તરત જ “સ્ટોપ, ડ્રોપ અને રોલ” અટકવું, જમીન પર પડવું અને લોટા ખાવા રીતનો ઉપયોગ કરવો અને તરત જ મોટા લોકોને જાણ કરવી અથવા ફાયર બ્રિગેડને કોલ કરવો.આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં અગ્નિસુરક્ષાની જાગૃતિ વધારવાનો હતો જેથી તેઓ દિવાળીનો તહેવાર આનંદપૂર્વક, સાવચેતીપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉજવી શકે.

Related posts

કમાટીબાગમાં બાળકીના મોતના મામલે ટ્રેનનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળવા પાત્ર હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું

admin

ડભોઇ ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છતાં બજારો સૂમસામ; પતંગ-દોરાના ભાવમાં 20% વધારો થતા વેપારીઓ ચિંતામાં

admin

દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીનો અકસ્માત: સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવી !

admin

Leave a Comment