બે બે મહિના સુધી મરણ નો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટી નો ઉધડો લીધો
સ્વજનોના મૃત્યુના દાખલા માટે ડભોઇ ડભોઇ તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો બે મહિનાથી ખાતા હતા ધરમધક્કા
નવા માંડવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની કે અવળચંડાઈ કે પછી મનસ્વીપણું
સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમીટ કરવાના હોય બે મહિનાથી ધક્કા ખાઈ રહ્યા હતા નગરજનો
આખરે કંટાળી અરજદાર સ્વજનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી નો ઉધડો લીધો
તલાટી દિવ્યરાજસિંહ રહેવરે દોષનું ઠીકરું વીસીને માથે ફોડી જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને આવડત ન હતી જેથી વિલંબ થયો
મરણ નો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતનો બાકી વેરો ભરશો તોજ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા
આખરે પ્રશ્ન થાય છેકે મરણ ના દાખલા કાઢવા માટે શું બે મહિના નો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત ન હતો
જે હોય તે પરંતુ આવા બે જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાલુકા-જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તે જરૂરી છે
આવા કિસ્સાઓ સરકારની ઝડપી અને પારદર્શક વહીવટની છબીના લીરે લીલા ઉડાવી રહ્યા છે

