40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇનઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો

વડોદરા એલસીબી એબ્સ્કોન્ડર ઝોન – 2 ને મોટી સફળતા મળી છે. જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇનઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સામે ડેરાબાબા નાનક પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે પોતાની ધરપકડ ટાળવા માટે તે નાસતો ફરતો હતો. વડોદરામાં નાસતા ભાગતા આરોપીઓને દબોચવા માટે એલસીબીના એબ્સ્કોન્ડર સ્કવોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીરાહે માહિતી મળી કે, ડેરાબાબા નાનક પોલીસ સ્ટેશન, બાટલા, પંજાબમાં આર્મ્સ એક્ટ તથા અન્ય કલમો હેઠળ સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મસીહ (રહે. શાહપુર, જાજન, ડેરાબાબા, ગુરદાસપૂર) સામે ગુનો નોંધાયો હતો. તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હતો. તે વડોદરામાં હોવા અંગેની બાતમીને પગલે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી.આરોપી ઇનઓર્બિટ મોલમાં હાજર હોવાનું પુષ્ટિ થતા ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. જેમાં સિક્યોરીટી જવાનના ડ્રેસમાં સજ્જ સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મસીહ (રહે. શાહપુર, જાજન, ડેરાબાબા, ગુરદાસપૂર) મળી આવ્યો હતો. તે શોપર્સ સ્ટોપ નામની દુકાન આગળ ઉભો હતો. તેને કોર્ડન કરીને તેને દબોચી લેવામાં આવ્યો હતો.

Related posts

વિદેશી શરાબની હેરાફેરી કરનારા તત્વો સામે પોલીસની લાલ આંખ.

admin

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા

admin

પ્રેસિડેન્ટ કપ 2024 મા સિધાથઁ ફિટનેસ કલબ ના ખેલાડીઓએ ડંકો વગાડ્યો

admin

Leave a Comment