30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીમાં ગેસ સિલિન્ડર માટે કકળાટ : તડકામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર લોકો

નસવાડી તાલુકામાં રાંધણગેસની અછત ગંભીર બનતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. Kuber Indane Gas Agency બહાર વહેલી સવારથી જ ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ધોમધખતા તડકામાં લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને રમઝાન માસ દરમિયાન રોઝો રાખતા મુસ્લિમ ભાઈઓને પણ તડકામાં ઊભા રહી ગેસ માટે રાહ જોવી પડી રહી છે, જેના કારણે મુશ્કેલી વધુ વધી છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો ભાડું ખર્ચીને અને પોતાનો કિંમતી સમય કાઢીને અહીં પહોંચે છે, છતાં કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા ગ્રાહકોને ગેસ સિલિન્ડર મળતો નથી અને તેમને નિરાશ થઈ ખાલી હાથે પરત ફરવું પડે છે.

એક તરફ તંત્ર દ્વારા ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જમીન પરની હકીકત તેની વિરુદ્ધ જોવા મળી રહી છે. ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સ્ટોક પૂરતો છે તો આટલી લાંબી લાઈનો કેમ લાગી રહી છે.

હાલમાં લોકોની મુખ્ય માંગ છે કે તંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં ભરે અને ગેસનો પુરવઠો નિયમિત બનાવે, જેથી ગૃહિણીઓને રોજિંદા રસોડા માટે તકલીફનો સામનો ન કરવો પડે.

Related posts

ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિ.રૂ ૧,૭૫,૫૦૦/- ના પ્રોહિ મુદામાલનો કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

admin

છોટાઉદેપુર ના રૂનવાડ ગામે માધવ માઈક્રોન્સ નામની ફેક્ટરીની અંદર કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મલાજા ગામના એક વ્યક્તિનું મોત

admin

નારાયણ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિવિધ છાત્રાલયોના કુમાર કન્યાઓનું સેમિનાર યોજાયું.

admin

Leave a Comment