30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાયત્રી વિકલાંગ માનવ મંડલ દ્વારા સોળમો સર્વ ધર્મ જ્ઞાતિ સમુહ લગન મહોત્સવનું આયોજન

વડોદરા શહેરમાં રૂક્ષ્મણી શાહ સંચાલિત ગાયત્રી વિકલાંગ માનવ મંડલ ચલાવે છે, રૂક્ષ્મણી શાહનો ઉદેશ અનુસાર દરેક માતા-પિતા પોતાની દિકરીને એવા સંસ્કાર અને શિખામણ આપે કે લગ્ન બાદ સાસરીનેજ પોતાનું ઘર માને અને સારી રીતે રહી ઘર વસાવી શકે એવા સંકલ્પ સાથે સારી રીતે જીવન પાર પડે તે હેતુથી આજરોજ ઊર્મિ સ્કૂલ નજીક 25 વર-વધુ સર્વ ધર્મ જ્ઞાતિ સમુહ 16માં લગન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, લગ્નોત્સવમાં લગ્ન બાદ કન્યાઓને કન્યાદાનમાં સંસાર ચલાવવા 51થી વધુ ઘરની વસ્તુઓ આપવામાં આવી હતી, આજના શુભ પ્રસંગે, દાનવીર દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાન કરી નવદંપતીને આશિર્વાદ આપવામાં આવ્યા હતા, આ સમૂહ લગ્નમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

રૂક્ષ્મણી શાહે વધુમાં જણાવ્યું હતું કે લોકોએ આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. તમામ વર્ગોમા એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે, તેમજ દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેના બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વધુને વધુ લોકો આ પ્રકારના લગ્નમાં જોડાય તેમજ લગ્નમાંથી બચેલા રૂપિયા શિક્ષણ તેમજ અન્ય પવૃત્તિ પાછળ વપરાય તેજ આમરો ઉદેશ છે, આ પ્રસંગે સ્થાનિક ભાજપ ના વોર્ડ પ્રમુખ સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

BJP કિશાન મોર્ચા, વડોદરા મહાનગર તથા વહો વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ તાલુકાના કરનાળી ખાતે ‘માં રેવા આશ્રમ’ની ભવ્ય મુલાકાત: સંતો અને ભક્તોનું મિલન

admin

વડોદરા શહેરમાં વારસિયા વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક ટાઉનશિપ 2 માં કાંસ પર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો

admin

Leave a Comment