મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમને 4.48 મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જે ભારતીય રૂપિયામાં લગભગ 39,54,00,294 રૂપિયા થાય છે. ભારતની મહિલા ટીમ ફાઇનલમાં વિજેતા થતા વડોદરાના માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકો રસ્તા પર ઉજવણી કરી જીત ને વધાવતા જોવા મળ્યા..
વુમન્સ વર્લ્ડ કપની ફાયનલમાં ભારત અને દ. આફ્રિકાની ટીમો પહોંચી હતી જેમાં ભારતીય વુમન્સ ટીમ 52 રન થી વિજેતા બની સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું.
ટીમ ઈન્ડિયાની આ જીતથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોમાં આનંદનું મોજું ફેલાઈ ગયું છે.
ICC મહિલા વર્લ્ડ કપ 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી હતી જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોનો સમાવેશ થયો હતો..

