33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશાંત રાવલ દ્વારા વડોદરાના આયાતી સાંસદ માનનીય શ્રી હેમાંગભાઈ જોષીને ૫ સવાલ

૧) કથળી ગયેલા રોડ રસ્તાના લીધે વડોદરા શહેરમાં એક ૩૯ વર્ષના ગરીબ યુવાન રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હતું, સાંસદ શ્રી એ આ યુવાનના પરિવાર માટે શું કર્યું? શું સાંસદશ્રી પરિવારને સાંત્વના આપવા પણ ગયા હતા?

૨) વડોદરાની આસપાસ ના હાઇવે ના ખાડા ખુબ ગંભીર છે, આમ નાગરિકોને સાધનનું ખુબ નુકશાન થઇ રહ્યું છે, શું સાંસદશ્રી હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરી, નાગરિકોને વળતર અપાવી શકશે?

૩) જ્યારે સાંસદશ્રી પોતે સ્વીકારે છે કે વડોદરાના હાઈવે બિસ્માર હાલતમાં છે ત્યારે હાઈવેના ખાડા જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી કોઈ પણ ટોલ ઉઘરાવી ન શકાય, શું આવી કોઈ રજૂઆત સાંસદશ્રી દ્વારા હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હોય તો વડોદરાની જનતાને જણાવે

૪) વડોદરા શહેરમાં ગતવર્ષે ૨ મહિનામાં ૩ વખત પુર આવ્યું, વિશ્વામિત્રી પ્રોજેક્ટ ને આગળ ધપાવવા સાંસદશ્રી એ પોતાના કોટા માંથી કેટલું ફંડ ફાળવામા આવ્યું એની પણ જાણકારી આપે

૫) ૮ વર્ષોથી ભાજપના નેતાઓ દ્વારા મોટા ઉપાડે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદ્ઘાટન તો કર્યું અને સાંસદશ્રી હેમાંગ જોષી સાંસદ બનતાની સાથે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો તો કરી પરંતુ આજદિન સુધી વડોદરા ના નાગરિકો ઈન્ટરનેશનલ ફ્લાઈટ ની રાહ જોઈ રહ્યા છે, સાંસદ શ્રી શું માત્ર રજૂઆતો કરે છે કે? કેમ આપણી આ રજૂઆતો પરિણામમાં પરિવર્તિત નથી થઈ શકતી? અને વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનુ નામ “સર સયાજીરાવ ગાયકવાડ ઈન્ટરનેશનલ એરપોર્ટ” ક્યાં સુધી થશે?

Related posts

વડોદરામાં શ્રમિકોની આરોગ્ય સેવા માટે વધુ 3 ‘ધન્વંતરી આરોગ્ય રથ’ શરૂ

admin

વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વે “શિવજી કી સવારી”નું આયોજન

admin

વડોદરા વિશ્વામિત્રી નદી કિનારે કમાટીબાગની પાછળ ભાગની દીવાલ ધરાસાઈ થઈ

admin

Leave a Comment