35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઈલ અદ્રશ્ય! ફરી એકવાર ફાઇલ’ચોરીએ ચર્ચા જગાવી!

વડોદરા મહાનગર પાલિકામાંથી મહત્વપૂર્ણ ફાઇલ ચોરી થઇ હોવાનો ગંભીર મામલો સાત મહિના બાદ બહાર આવ્યો છે.મહાનગર પાલિકાની કમિશનરની કેમ્પ ઓફિસમાંથી આતાપી વન્ડરલેન્ડ પ્રોજેક્ટથી જોડાયેલી અગત્યની ફાઇલ એપ્રિલ 2024 દરમિયાન અદ્રશ્ય થઈ હતી પરંતુ હવે આ ઘટનાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.સુરક્ષા અધિકારી મંગેશ જયસ્વાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં મનપાના સુરક્ષા તંત્ર અંગે અનેક સવાલો ઉભા થયા છે.પ્રીમિયમ પ્રોજેક્ટ સાથે સંબંધિત દસ્તાવેજો ગાયબ થવાથી શંકા વધુ ઊંડી બની છે.પોલીસે ફાઇલ કોણે, ક્યારે અને કેવી રીતે હટાવી તેની તપાસ શરૂ કરી છે.અલબત્ત આતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઈલ અદ્રશ્ય થવા પહેલા પણ અગાઉ અનેક અગત્યની ફાઈલો ગાયબ થઇ છે,ફરી એકવાર ફાઇલ’ચોરીની આ ઘટનાએ ચર્ચા જગાવી છે.

Related posts

વડોદરાના હાથીખાના અનાજ માર્કેટમાં ઘીની પેટીઓની ચોરીનો ભેદ ઉકેલાયો

admin

સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઇ હોવાના આક્ષેપ

admin

ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતાં કર્મચારીઓએ તા.22 થી 31જુલાઇ સુધી પેન ડાઉન કરવાનું નક્કી કર્યું

admin

Leave a Comment