36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પંથકમાં આયુષ્યમાન કે વય વંદના કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓને ધરમના ધક્કા

ડભોઇ પંથકમાં આયુષ્યમાન કે વય વંદના કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓ આપદા વેઠી રહ્યા છે સેન્ટર ચાહે પીએસસી હોય, અર્બન હોય,CSC હોય કામચોર કર્મચારીઓ કે એજન્સી સર્વર ના નામ પર આવા લાભાર્થીઓને કેવળ ધરમ ધક્કા જ ખવડાવી રહ્યા છે. છ છ માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ક્યાંક કાગળો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉન ના બહારના બનાવી કાઢી મૂકવામાં આવે છે ત્યારે જો આવું જ ચાલે તો સરકારની યોજના નો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે?

અચાનક કુટુંબ પર બીમારી ની મોટી આફત આવી ચડે આર્થિક રીતે પણ સધ્ધરતા ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયત કરેલ કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન કે વય વંદના કાર્ડ ના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ મેળવે તેવો સરકારનો લક્ષ્ય છે ત્યારે સરકારી દવાખાના પીએસસી-સીએસસી કે અર્બન સેન્ટરો માં સ્ટાફ નું ટૂંકાપણું હોય લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કે વય વંદના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે પરંતુ ખાનગી એજન્સી હોય કે જે તે કર્મચારીઓ કાર્ડ કઢાવવા જતા લાભાર્થીઓને કેવળ ક્યાંક કાગળો ઓછા છે આવકનો દાખલો નથી દાખલો તમારો જૂનો છે. કાગળ બધા કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરી કેવળ ધરમ ધક્કા જ ખવડાવવામાં આવે છે. આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો જ નથી પરિણામે સરકાર પ્રજા સામે વગોવાતી જોવા મળી રહી છે. ત્યારે ડભોઇ સ્ટેશન પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લોકો એ હલ્લા બોલ મચાવતા સવારથી બંધ સર્વર પણ ચાલુ થઈ ગયું ત્યારે અહીં કેટલાય લાભાર્થીઓ છેલ્લા છ મહિનાથી ધક્કા ખાતા જોવા મળ્યા તો કોકના કાગળો પૂરતા હોવા છતાં હવે સોમવારે આવજો કહીને પરત કાઢવામાં આવ્યા ની વિગતો પણ બહાર આવીછે ત્યારે જો આવી કામચોર એજન્સીઓ કામ કરતી હોય ત્યારે જો પૈસા આપે તેના કાર્ડ તરત નીકળે છે ના આક્ષેપો પણ ત્યાં ઊભા થયા હતા આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓ કેટલે અંશે સફળ થાય તે એક વેધક પ્રશ્ન છે

Related posts

આઠમાં નોરતે ઓપરેશનસિંદૂર થીમના ગરબામાં માઈભક્ત ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમયા

admin

વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીરા બાળા સાથે છેડતી ફરિયાદ દાખલ

admin

વડોદરાના બાજવાના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદન

admin

Leave a Comment