27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
પાટણપાટણ જિલ્લો

પાટણ શહેરમાં શ્રી રાષ્ટ્રીય કરણી સેના દ્વારા સર્કિટહાઉસ માં સમાજ ના ન્યાય માટે મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું

પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તા પર આવેલ એકલવ્ય સ્કૂલ ઓફ સાઇન્સ માં અભ્યાસ કરતી સુહાના પર ફી… ભરવા બાબતે શાળા ના શિક્ષકો તથા ટ્રસ્ટી ઓ દ્વારા માનસિક ત્રાસ આપતો અહેવાલ સામે આવ્યો છે જે ખુબજ નિંદનીય ગણાય

ધર્મેન્દ્ર સિંહ ઠાકોર ની દિકરી સુહાના આ સ્કૂલ માં અભ્યાસ કરેછે શાળાના સંચાલકો, ટ્રસ્ટી તથા શિક્ષક રવિભાઈ પટેલ દ્વારા વારંવાર ફી માટે દિકરી માનસિક રીતે પરેશાન કરતા દિકરી ના પિતા ધર્મેન્દ્ર સિંહે શાળા સંચાલકો ને ખાત્રી આપેલ કે દિવાળી પહેલા અમો શાળા ની પૂરી ફી ભરી આપીશું તેમ છતાંય સ્કૂલ સંચાલકો દ્વારા ધર્મેન્દ્ર સિંહ ને અપમાન જનક ભાષા માં કહેલ કે ફી ભરવાની હેસિયત ના હોયતો શા માટે શાળામાં એડમિશન લીધું હતું

અને સ્કૂલ સંચાલકો દ્વારા કહેલ તમારા સમાજ માં આવુજ બનેછે જેથી અમારે એડમિશન આપતાં વિચારવું પડેછે અને જણાવેલ કે આખા વર્ષ ની ફી ભરી તમારી દિકરી નુ LC લઈ જઈ શકોછો

આવા અપમાન જનક શબ્દો સાંભળી ધર્મેન્દ્ર સિંહે દિકરી ના ભવિષ્ય ની ચિંતા માં શ્રી રાષ્ટ્રીય કરણી સેના સંગઠન ને પોતાના જોડે બનેલ ઘટના જણાવી અને ન્યાય માટે સમાજ સાથે આવી ઉભો રહે તેવી વિનંતી કરી

Leave a Comment