Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ તાલુકાના પાનવડ ગામમાં નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

છોટાઉદેપુર: ૧૩૮ પાવી-જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા કવાંટ તાલુકાના પાનવડ ગામે સાડા છ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવા સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ છોટાઉદેપુર આરોગ્ય તંત્ર દ્વારા નવાગામ સબસ્ટેશન નજીક આ આધુનિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કરાયું છે.

આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર નિર્માણ પામેલ આ કેન્દ્રનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું.

લોકાર્પણ સમારંભમાં મુખ્ય મહેમાનો તરીકે પાવી-જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ઇન્ચાર્જ ડી.ડી.ઓ અને પ્રાયોજના અધિકારી કલ્પેશ શર્મા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મીલનભાઈ રાઠવા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપ આગેવાન વિજયભાઈ રાઠવા, પાનવડ ગ્રામપંચાયતના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, કવાંટ તાલુકા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અંતે પાનવડ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. શૈલેષભાઈ રાઠવાએ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે સાત વર્ષ પહેલા સંપ બનાવ્યો તેમાં એક પણ ટીપું પાણી ના પહોંચ્યું હવે ફરી વો સંપ બનાવવામાં આવી રહ્યો છે

admin

જેતપુર પાવીની ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલમાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ અને મેલરીયા વાહક જન્ય રોગ અંતર્ગત પ્રોગ્રામ યોજાયો.

admin

છોટાઉદેપુરના એકલબારા ગામ નજીકના ખુલ્લા ખેતરમાં 800થી વધુ સાઇકલ પડી હોવાની જાણકારી મળતા ચૈતર વસાવા અચાનક પહોંચ્યા

admin

Leave a Comment