ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા ના પ્રશ્નો અને સુરક્ષા વિગેરે મુશ્કેલીઓ માટે મદદરૂપ મહિલા સબ સેન્ટર નું ઉદ્ઘાટન પીઆઇ એસ જે વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર મહિલા અને બાળ વિભાગ દ્વારા ડભોઈ શહેર તાલુકા માટે મહિલા સબ સેન્ટર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું જેનું આજ રોજ ઉદ્ઘાટન પી આઇ એસ જે વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રરિષ્ટ વાઘેલાએ જણાવ્યું હતું કે ડભોઇ શહેર તાલુકામાં મહીલા ઓ. ના પ્રશ્ર્ન ની મદદ માટે સામાજિક, ઘરેલુ, કાયદાકીય દહેજ પ્રથા પોલીસ કામગીરી વિગેરે પ્રશ્ન ની જરૂર હોય તે માટે મહિલાઓની મુશ્કેલી હોય મદદ આ સેન્ટર પરથી મળી રહેશે તે હેતુથી આજરોજ આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનો મહિલાઓએ તકલીફ અને મુશ્કેલી સમયે લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી.. ડભોઇ મહિલા અને બાળ વિભાગ સેન્ટર ચાલુ થતા હોય અને તાલુકા ની જનતા કુછ કુશાલ જોવા મળી રહી છે

