સ્પેનના વડાપ્રધાન પેડ્રોએ સી ૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સ નું પ્રતિક છે અને આ પ્રોજેક્ટ થી ભારત – સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે.તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે.આ પ્રોજેક્ટ એમએસએમઇના વિકાસને વેગ આપશે. અમારા દેશમાં ૯૯ ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે. વધુમાં તેમણે જણાવ્યું કે મારા માટે આ ખૂબ સન્માનની વાત છે. આ પ્રોજેક્ટ ભારતના એરો સ્પેસ ઉદ્યોગની પ્રગતિનું પ્રતિક છે અને વિકાસના નવા દ્વાર ખુલશે.

