વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં આવેલ રાજસ્થંભ સોસાયટીનો રસ્તો SRP ગ્રુપ એક દ્વારા રસ્તાઓ બંધ કરી દેવાતા લોકોનો સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન…
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં લોકોને સોસાયટી માંથી અવર જવર માટેનો રસ્તો એસઆરપી ગ્રુપ એક દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આજરોજ સ્થાનિક રહીશોએ વિસ્તારના કોંગ્રેસ ના નગર સેવક બાળુ સુર્વેની આગેવાનીમાં ભેગા થઈને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. સ્થાનિક રહિશોનું કહેવું છે કે છેલ્લા 30 વર્ષ ઉપરાંત થી અમે અહીંયા રહીએ છીએ આ રસ્તો પહેલા ખુલ્લો હતો અને છેલ્લા 20 દિવસ થી આ રસ્તો એસઆરપી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નાના બાળકો સિનિયર સિટીઝનો મહિલાઓને ઘણી તકલીફો પડી રહી છે. રસ્તો બંધ કરી પતરા મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની ઉપર જાડી ઝાંખરા નાખવામાં આવ્યા છે. જેના કારણે સાપ સહિતના ઝેરી જીવજંતુઓ નીકળે છે. આ એક રસ્તો હતો કે જેના કારણે અમે નજીકમાં આવેલા શહેરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અર્થે જઈ શકતા હતા. આજે અમારે પણ દોઢથી બે કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. આ અંગે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિક કોર્પોરેટર બાળુંભાઈ સુર્વેએ જણાવ્યું હતું.

