Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત મહિલા કર્મચારી રસ્તા પર ભીખ માંગીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા

શિક્ષણ સમિતિના નિવૃત્ત મહિલા કર્મચારી પદ્મા બેન ભિક્ષા માંગી ગુજરાન ચલાવે છે.

શિક્ષણ સમિતિ ના ચોથા વર્ગના કર્મચારી પદ્મા બેન 30 વર્ષ નોકરી કરી નિવૃત થયા. છેલ્લા 11-12 વર્ષ થયા બાદ પણ તેમણે પેન્શન નહીં મળતા તેઓ આજે રસ્તા પર ભીખ માંગવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે આજે 570 કર્મચારીઓ પણ લાચારી ભર્યું જીવન વિતાવી રહ્યા છે. પેન્શન ને લઈ ને કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ત્યારે આ નિવૃત કર્મચારીઓ છેલ્લા ત્રીસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે પણ 570 કર્મચારીઓ વિવિધ માંગ ને લઈ ને અચોક્કસ મુદતની હડતાળ પર છે. થોડા દિવસો પહેલા જ કર્મચારીઓ એ કાળા વસ્ત્રો ધારણ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રો પોકારી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

Related posts

વડોદરામાં પહેલીવાર વન-ડે: 11 જાન્યુઆરીએ ભારત–ન્યૂઝીલેન્ડ મેચ, શહેરમાં ઉત્સાહનો માહોલ

admin

ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમ

admin

છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં દાખલ કાચા કામનો કેદી થયો ફરાર

admin

Leave a Comment