ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું: શાકમાર્કેટ પાસે, મુક્તિધામની સામે
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું હોવાથી, આગામી ૧૫ મહિના માટે પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે નવા સરનામે ખસેડવામાં આવ્યું છે. ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું હવે ગોરવા શાકમાર્કેટ પાસે, મુક્તિધામની સામે રહેશે.
આ શિફ્ટિંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહમાં કોમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યને કારણે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ હંગામી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને પોલીસ સંબંધિત કોઈપણ કાર્ય માટે નવા હંગામી સરનામે સંપર્ક કરવા વિનંતી છે.

