લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા તાલુકા કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમા આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ ના ટોલનાકા પાસે રામદેવ હોટલની સામે ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહી વોચ તથા શંકાસ્પદ વાહન ચેકીંગની કામગીરીમાં ભુપતભાઈ વિરમભાઈ, ખોડાભાઈ રાણાભાઇ, કનુભાઈ, હરિશ્ચંદ્રસિંહ, તથા પ્રવિણસિંહ પોલીસ હતા દરમ્યાન ટેલર નંબર MH-40-AK-7811 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી પેટી ૩૬૩ કુલ બોટલ નંગ-૬૪૫૬, કુલ કિ.રૂા.૧૮,૬૭,૧૫૨/-નો તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂા.૧૫૦૦૦/- તથા ટેલર નંબર MH-40-AK-7811 કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરના કાગળોની ફાઇલ કી.રૂ.૦૦/૦૦ તથા GPRS કી.રૂ. ૫૦૦૦/- મળી કુલ રુપિયા ૩૩,૮૭,૧૫૨/- ના મુદ્દામાલ સાથે પ્રમોદ ઉકડરાવ રમધમ રહે.આજંડોહ તા.કારંજા જી.વરઘા મહારાષ્ટ્ર તથા કલીનરે પોતાનુ નામ અજય રમેશ ઉઇકે રહે. મરકસુર તા.કારંજા જી. વરધા મહારાષ્ટ્ર નાઓ પકડાઇ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનીલ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમા પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(સી) મુજબની ફરીયાદ વિનોદસિંહ કીશનસિંહ આ.પો.કો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની ફરીયાદ તેમજ કબ્જે કરેલ મુદ્દામાલનું પંચનામું મુદામાલ તથા આરોપી સામે ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે…

