33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જન આક્રોશ યાત્રાનું ફતેગંજ સેફરોન ખાતે એનએસયુઆઈ દ્વારા ભવ્ય સ્વાગત

કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી જન આક્રોશ યાત્રા આજે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ યાત્રા ફતેગંજ સેફરોન પાસે પહોંચતા એનએસયુઆઈ (NSUI) દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા તથા સાંસદ શ્રી તુષાર ચૌધરીનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિક જોશી, કોંગ્રેસના વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંત ભથ્થું સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

જન આક્રોશ યાત્રા દરમિયાન સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવી જનતાની સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી, જ્યારે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

Related posts

નશામાં ચૂર નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ કરી દાદાગીરી… તારા થી થાય તે કરી લે…

admin

ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા “સભા વાદન” કાર્યક્રમ યોજાયો

admin

વીજ ચોરી કરતા ધારકો પર MGVCL ની બાઝ નજર વડોદરામાં કુલ 30 લાખ તેમજ 26 લાખ ની વીજ ચોરી પકડવામાં આવી..

admin

Leave a Comment