આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા I/C કે.એચ.સુર્યવંશી ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા. પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની કામગીરીમા નિકળેલા તે દરમ્યાન બાતમી આધારે જેતપુરપાવી વનકુટીર પાસે રોડ ઉપરથી એક અશોક લેલન્ડ ટ્રક નંબર.GJ-23-AW-3274 માંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાંડની કાચની કુલ બોટલ નંગ-૬૫૦૪ જેની કિ રૂ.૩૨,૨૮,૯૬૦/- તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમા પકડાયેલ અશોક લેલન્ડ ટ્રક નંબર.GJ-23-AW-3274 જેની કિ. રૂ.૧૨,૦૦,૦૦/- તથા અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- આમ મળી કુલ કિ રૂ. ૪૪,૩૮,૯૬૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીઓ પ્રકાશભાઈ અમરારામ હુડ્ડા અને ઓમપ્રકાશ બાબુલાલ ગોદારાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો.
આમ,જેતપુર પાવી પોલીસ દ્રારા ગણના પાત્ર પ્રોહી કેશ કરવામા સફળતા મળેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર