41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

બિનઅધિકૃત રીતે ખનીજ ખનન કરનાર સામે કડક પગલાં લેતા ભુસ્તરશાસ્ત્રી

બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ૧૦૩ વાહનો કરાયા સીઝ

છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતી, ડોલોમાઈટ, ગ્રેનાઇટના અભૂટ ભંડાર આવેલા છે. કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી તનવીર સૈયદના નૈતૃત્વમા ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ફેબુઆરી અને માર્ચ મહિના દરમ્યાન સાદી રેતી, ડોલોમાઈટ, બ્લેકક ટ્રેપ અને ગ્રેનાઇટ જેવા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ કરવા બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી કુલ ૪૧ વાહનો, જેતપુર પાવી તાલુકામાંથી ૩ર વાહનો, છોટાઉદેપુર તાલુકામાંથી ૧૭ વાહનો, સંખેડા તાલુકામાંથી ૬ વાહનો, નસવાડી તાલુકામાંથી ૭ વાહનો જેમાં ૬ એસ્કેવેટર મશીન, ૧ લોડર મશીન, પ૬ ટ્રકો તેમજ ૪૦ ટ્રેક્ટરો મળી કુલ ૧૦૩ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા.

આ તમામ વાહનોના માલિકોને નિયમોનુસાર નોટીસ પાઠવી બે મહિનામાં કુલ રૂ. ૯૮.૩૬ લાખની વસૂલાત કરવામાં આવી હતી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે

admin

આદિજાતિ વિકાસ વિભાગ અને શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા બરોજ ગામે નવીન મકાનનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

admin

ખેડૂતને જમીનનું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ના આપતા ગ્રામજનોએ 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો

admin

Leave a Comment