ડભોઈ રવિવારે રાત્રે ૯.૦૦ વાગે હરિહર આશ્રમ થી કાવડીયા ચાણોદ જવા નીકળશે રાત્રે દરમિયાન ચાણોદ રોકાશે સોમવારે વહેલી સવારે નર્મદા નદીનું જળ લઈને ચાણોદ થી કાવડ યાત્રા ચાલતી ચાલતી દર્ભાવતી ખાતે સવારે ૯.૦૦ વાગે શિનોર ચોકડી ખાતે આવી પહોંચશે…રસ્તા માં અનેક ગામડાઓમાં તેનું સ્વાગત થશે અને ડભોઇના વિવિધ શિવાલયોમાં નર્મદા જળ ચઢાવવામાં આવશે
ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલા હરીહર આશ્રમ ના મહંત વિજય મહારાજ દ્વારા કાવળયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સોમવારથી શરૂ થયેલો મહિનાના પહેલા સોમવારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ થી નર્મદા નદીના જળ લઈને ચાણોદ થી પગપાળા યાત્રા ડભોઇ ખાતે આવી પહોંચશે ડભોઇના વિવિધ શિવાલયો ખાતે નર્મદા જલ ચઢાવીને અભિષેક કરવામાં આવશે છેલ્લા 25 વર્ષથી હરિહર આશ્રમ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે કાવડ યાત્રામાં 100 થી વધુ કાવડીયો જોડાનાર છે. હર હર મહાદેવના નારા સાથે નગરના વિવિધ મંદિરોમાં કાવડ યાત્રા ફરી નાદોદી ભાગોળ ખાતે આવેલા મહાદેવના મંદિરે કાવડ યાત્રા ની સમાપ્તિ થતી હોય છે…

