Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

લીંબડી શહેરનાં હોદ્દેદારો કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયાં

સુરેન્દ્રનગરનાં લીંબડી શહેર કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાયું.

લીંબડી શહેરનાં હોદ્દેદારો કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રદેશના નેતાઓનાં એક બાજુ મથામણ કરી રહ્યા છે.

લીબંડી ખાતે તાજેતરમાં જ તાલુકા કક્ષાનાં હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા પણ કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

કોંગ્રેસમાં અંદરો અંદરનાં વિવાદોનાં કારણે ફરી એક વખત ભંગાણ સર્જાયું છે.

લીબંડી કોંગ્રેસનાં શહેર સંગઠનનાં હોદ્દેદારોએ રાજીનામાં ધરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

લીબંડી કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલ તથા ઓબીસી અને લઘુમતી સેલનાં ચેરમેનો તેમજ મહિલા મોરચાનાં શહેર પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે.

રાજુ કરપડા,વિક્રમદવે,અમૃત મકવાણા સહિતનાં આપ નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા નેતાઓએ આગામી લીબંડી નગરપાલિકાની ચૂંટણી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

લીંબડીમાં કોંગ્રેસનું શહેર સંગઠન તૂટ્યું હોવાથી કોંગ્રેસ નેતાઓની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ‘આપ’માં જોડાયેલા કાર્યકરો હોદેદારો..

  • અનિલ સિંઘલ – પૂર્વ લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ
  • નટુભા ઝાલા – ચેરમેન ફરિયાદ સેલ
  • ભરત ટાકોલીયા – ચેરમેન ઘઇઈ નેતા
  • અસ્મિતાબા વાઘેલા – મહિલા કોંગ્રેસ પ્રમુખ
  • નિલેસ ઠાકર – સોશિયલ મીડિયા પ્રમુખ
  • અયુબ ખોખર – લઘુમતી ચેરમેન
  • રતીભાઈ મારૂં – જઈ સેલ ચેરમેન
  • કિરીટસિંહ રાઠોડ – કોંગ્રેસ શહેર મહામંત્રી લીંબડી
  • કિશોરસિંહ રાણા – શહેર ઉપપ્રમુખ
  • બાવલ વેલેરા – શહેર સંગઠન મંત્રી
  • ખીમજી મકવાણા – કાર્યકતા

Related posts

ચુડા પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો.

admin

રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો.

admin

ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠકનું આયોજન કરાયું

admin

Leave a Comment