વડોદરાના યાકુતપુરા સરસિયા તળાવ મગજ સ્વામી આશ્રમ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યા ને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની જિંદગી ઉચ્ચારી છે
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુષિત તેમજ ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલું જ નહીં જે પાણી મળે છે તે પાણી અત્યંત દુષિત તેમજ પીવા લાયક આવતું ન હોવાની સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે જોકે આ સમસ્યા બાબતે આ વોર્ડના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને તેમજ કાઉન્સિલરોને પણ રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ નેતાઓ દ્વારા સ્થાનિકોને ઠાલા આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે અને આજ દિન સુધી તેમના વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક વિસ્તારના રહીશો અને મહિલાઓએ એકત્ર થઈને રોષ ની લાગણી વ્યક્ત કરી હતી. અને આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની જિંદગી ઉચ્ચારી છે

