જેમ શાળાઓમાં રીશેસ પડે તેમ જ સરકારી ઓફિસોમાં એક સાથે એક કલાક સુધીની રીશેસ
મોટા ભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓમાં કર્મચારીઓ વારાફરતી ૩૦ મિનીટનો બ્રેક લઈ પોતાનું લંચ કરતા હોય છે. પરંતુ હવે ઓન-લાઈન સીસ્ટમ આવતા અમુક શાખાની વેબસાઈડો ના સર્વર બપોરે ૦૨.૦૦ કલાક થી ૦૨.૩૦ કલાક સુધી બંધ રેતા હોય છે. જેથી કર્મચારીઓ આજ સમયને લંચ બ્રેક તરીકે ઉપયોગ કરતા હોય છે. જે સ્વાભાવિક છે.

આદિવાસી વિસ્તારોમાં કર્મચારીઓ દ્રારા પોતાના મન મુતાબીક જ લંચ બ્રેક લઈ લે છે. એ પણ પુરા ૧ કલાક સુધી. જી હા બપોરના ૦૨:૦૦ કલાક થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી.એટલું જ નહિ પણ આ સમય દરમ્યાન મોટા ભાગના તમામ કર્મચારીઓ ઓફિસની બહાર હોય છે અને કેટલીક ઓફિસની શાખાઓ સુમશાન જોવા મળી આવે છે. સરકારી ઓફિસના તમામ રેકોર્ડ/કાગળિયા બિનવારસી હાલતમાં કર્મચારીઓ મૂકીને ઓફિસની બહાર નીકળી જાય છે.

જો અરજદારો દ્રારા કોઈ પશ્ન પૂછવામાં આવે તો કહેવામાં આવે છે કે રીશેસ ટાઈમ છે
આ બધી વાતો પરથી તમે આ કચેરી વિશે જાણવા ઉત્સુક હશો. આ વાત છે આપડા આદિવાસી જિલ્લા છોટા ઉદેપુરની. છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલી મામલતદાર ઓફિસની. આ કચેરીમાં તાપસ કરતા તમામ શાખાઓ બપોરે ૦૨:૦૦ કલાક થી ૦૩:૦૦ કલાક સુધી રીશેસ મળી લે છે. જ્યાં અરજદારનો ગમે તેટલા ઉભા હોય પણ બપોર ના ૦૨:૦૦ ના ટકોરની સાથે ઓન-લાઇન કે ઓફ-લાઈન કોઈ જ કામ કરવામાં આવતું નથી. એટલું જ નહીં પણ કેટલીક શાખાઓમાં અરજદાર એકલાજ બેસી રહે છે જ્યાં કચેરીને લગતા તમામ કાગળિયા બિન વારસી હાલતમાં પડ્યા હોય છે. તો કેટલીક શાખાઓમાં દરવાજા આડા કરીને કર્મચારીઓ ઓફિસની બહાર નીકળી જાય છે. આ સમય ગાળા દરમ્યાન કોઈપણ કામ કરવામાં આવતું નથી.

થોડી ઘણી શાખાઓમાં જ વેબસાઈટનું સર્વર માત્ર ૦૨:૦૦ થી ૦૨:૩૦ સુધી બંધ હોય છે પરંતુ અન્ય શાખાઓ પણ ભાઈચારા સાથે પોતાની શાખાઓને બંધ કરી દેવામાં આવે છે. સર્વર તો ૩૦ મિનિટમાં ચાલુ થઇ જાય છે પરંતુ કર્મચારીઓનું કામ ૧ કલાક પત્યા સિવાય ચાલુ થતું નથી. આતો હતી ઓનલાઇનની વાતો પણ જે દફતરમાં ઓફ-લાઈન કાર્ય કરવાનું હોય છે તે લોકો પણ બપોરના ૦૨:૦૦ થી ૦૩:૦૦ સુધી કચેરીની કામગીરી બંધ રાખે છે. કારણ કે આદિવાસી વિસ્તારોમાં એમને કોઈ કહેનાર નથી અને જે આદિવાસી અરજદારો ઓફિસમાં આવે છે એમને સમજણ ન હોવાના કારણે કશું પણ બોલ્યા વીણા રાહ જોઈ બેસી રહે છે.
આ વિશે એક વ્યક્તિ દ્રારા વહીવટ મામલતદારશ્રીને પૂછતાં તેમના તેમના દ્રારા જવાબ મળતો જવાબનો વિડીયો વાઇરલ

