પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનુકૂળ સંગમ સૌરાષ્ટ્ર નો માધવપુર ગેર નો મેળો જે આગામી પહેલી એપ્રિલથી 10 એપ્રિલ સુધી યોજવાનો છે.આ મેળાનું આયોજન રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવશે.આ મેળામાં રાજ્યભરમાંથી 400 જેટલા કલાકારો આવવાના છે.જેના ભાગરૂપે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પણ કાર્યક્રમનું આયોજન બીજી એપ્રિલના રોજ કરાયુ છે.જેનાભાગ રૂપે આજે વડોદરા મહાનગર પાલિકામાં બેઠક મળી હતી.આ બેઠક મેયર ની અઘ્યક્ષતામાં મળી હતી.મ્યુનિસિપલ કમિશનર કલેકટર તથા ચેરમેન ડૉ,શિતલ મીસ્ત્રી ઉપસ્થિત રહયા હતા.જેમાં ઘામીઁક અને સામાજિક સંસ્થાઓના હોદેદારોને વિશેષ આમંત્રણ પાઠવાયુ હતુ.

