ડભોઈના સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક અને કોમિ એકતાના પ્રતિક હઝરત લાલશા પીર બાવા ઉસૅની શાનદાર ઉજવણી કરવામાં આવી
ડભોઇ સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત લાલશા પીર બાવાના ઉષૅ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફુલ ચાદર શ્રીફળ ચઢાવી દુવાઓ ગુજારી હતી.
ડભોઇ શહેર સરદાર બાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમી એકતા ના પ્રતિક હજરત લાલશા પીર બાવાના ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સબ્બીર ભાઈ મન્સૂરી તથા સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઇ શહેર તાલુકા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દરગાહ શરીફ માં હાજરી આપવા ઉમટી પડ્યા હતા.ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ ફુલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. તેમજ સબ્બીરભાઈ ઇબ્રાહીમભાઇ મનસુરી દ્વારા નિયાજ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો જ્યારે કે આ પ્રસંગે હજરત લાલશા પીર દરગાહ ખાતે ઉષૅ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થયા હતા.

