33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

ઓપરેશન પરાક્રમ હેઠળ એલ.સી.બી.ની મોટી સફળતા: હાલોલ ટાઉન પોલીસના વોન્ટેડ આરોપીની ધરપકડ

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલી રહેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર રહેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી હરીશ ઉર્ફે હરી ભગવાનસિંહ ચાવડા લાંબા સમયથી નાસતો ફરતો હતો. એલ.સી.બી. ટીમે સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાસીયાપુરા ગામ ખાતે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

દહેજની માંગણીથી કંટાળી પરિણીતાનો આપઘાત પતિ અને સાસરિયાં સામે પરીવારના આક્ષેપો

admin

લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24મા વર્ષે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન

admin

પલાસવાડા ફાટક ડાઇવર્ઝન પહોળું કરવાની કામગીરી શરૂ, પંથકમાં ખુશીનો માહોલ

admin

Leave a Comment