Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વસતા કેરળીયન સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાન ખાતે મકરા વિલક્કુની ઉજવણી

છેલ્લા 27 વર્ષથી વડોદરામાં રહેતા કેરેલિયન સમાજના લોકો દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન અય્યપાના સન્માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે .શનિવાર તા 4 અને અને રવિવારે તા.5 ના રોજ શહેરમાં વસતા કેરળીયન સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાન ખાતે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે.


મકરા વિલક્કુ એ કેરળનો ધાર્મિક તહેવાર છે, જે અનુ સબરીમાલા મંદિરમાં ઉજવવામાં આવે છે. મકરવિલાક્કુ મલયાલમ કેલેન્ડર મુજબ (જાન્યુઆરી મહિનામાં) મકરના પ્રથમ દિવસે આવે છે જે મકર સંક્રાંતિ, જે ભારતના અન્ય પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. અથવા સમગ્ર ભારતમાંથી ભક્તો અને સાધુઓ મકરા વિલક્કુના દર્શન માટે સબરીમાલાના આદરણીય અયા ખાતે ભેગા થાય છે અને મા વિલક્કુના દર્શન કરે છે જેનો અર્થ શાબ્દિક અર્થમાં થાય છે, મકરા એ મલ વિલક્કુ એટલે કે પ્રકાશનું રાશિચક્ર છે.એવું કહેવાય છે કે તે ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે મકરવિલાક્કુ કેરળ એક તહેવાર છે જેની ભક્તો આતુરતાથી રાહ જુએ છે. મકરા વિલક્કુના દર્શન 9 અલગ-અલગ સન્નિધનમ, પંડીથાવલમ, સરમકુઠી, નીલીમાલા, ચાલકાયમ અને અટ્ટથોડુથી કરી શકાય છે.

શહેરમાં બે દિવસ દરમિયાન યોજાનાર આ તહેવાર માટે કેરેલીયન સમાજના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે સવારે 10:00 કલાકે ગણેશ યાદ સાથે તહેવારની શરૂઆત કરવામાં આવશે જેમાં મોડી સાંજે શોભાયાત્રા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બીજા દિવસે એટલે કે રવિવારે સવારે ગને શિયાળ રુદ્રયાગ સાથે પરંપરાગત વાદ્યો સાથે કેરેલીયન સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા કાઢવાના છે આ તહેવારની ઉજવણી માટે ખાસ કેરેલા થી કેટલાક કલાકારો વડોદરા આવ્યા છે

Related posts

ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાને લઈ ડેપ્યુટી કમિશનર ને આવેદનપત્ર આપ્યું

admin

દબાણો ટીમ સાથે ઘર્ષણમાં ઉતરેલ 10 સામે રાયોટિંગનો ગુનો..

admin

કુતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી

admin

Leave a Comment