31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં કુડલા ગામનાં માલધારી સમાજ દ્વારા ગૌચર જમીન પર દબાણ દૂર કરવા ચુડા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

માલધારી સમાજ દ્વારા પશુપાલન માટે ગૌચર જમીન પર ભુમાફીયાઓ દ્વારા દબાણ કરેલ છે તેને મુક્ત કરાવવા માટે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.


કુડલા ગામમાં દબાણો દૂર કરવા યોગ્ય પગલાં લેવા માટે માંગ ઉચ્ચારી હતી અને જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગૌચર જમીન પર ભુમાફીયાઓ દ્વારા દબાણ દૂર કરવાની માંગને લઈને માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ સાથે
આક્રોશ ભભુકી ઉઠયો છે.

માલધારીઓ પોતાની માંગને લઈને ચુડા મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા.ગાય માતાનાં ચરિયાણ માટે ગૌચર જમીન ખુલ્લી કરવા માંગ છે.

કુડલા ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરી લેવાતાં પશુઓનું ચરણીયાર નહીં હોવાથી પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નિર્દોષ મુંગા ઢોર ચર્યા વગર રઝળી પડયા છે. આ ગૌચર જમીન ખાલી કરાવવા માટે કુડલા ગામનાં ગૌભકત માલધારી સમાજનાં યુવાનો દ્વારા આવેદનપત્ર આપી આગૌચર ખાલી કરાવવાં આવેદનપત્ર આપ્યું હતું.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ચુડા તાલુકા યુવા મોરચાની ટીમ દ્વારા ચોકડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ

admin

ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા.

admin

ચાંદીપુરા વાયરસનાં કહેર વચ્ચે ચુડાનું ખાંડીયા ગામ ગંદકીથી ખદબદી રહ્યું છે.

admin

Leave a Comment