27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હોળી પૂર્વે બજારમાં ગરમાવો : છાણા અને લાકડાના ભાવમાં ઉછાળો, વેપારીઓને વધતી ગ્રાહકીની આશા

વડોદરા: આવતીકાલે રાજ્યભરમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે, ત્યારે શહેરના બજારોમાં હોળી માટે જરૂરી સામગ્રીના વેચાણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છાણા, લાકડા અને ઘાસ જેવી સામગ્રી માટે અલગ-अलग વિસ્તારોમાં તાત્કાલિક બજારો ઉભા થયા છે.

વડોદરા શહેરમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે હોળીને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક વેપારી સોનાબેને જણાવ્યું હતું કે સવારના સમયે ગ્રાહકોની આવક થોડી ઓછી હતી, પરંતુ રવિવાર હોવાથી બપોર બાદ ખરીદદારોની સંખ્યા વધવાની પૂરી શક્યતા છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે છાણા અને લાકડાના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે, છતાં લોકો પરંપરા નિભાવવા માટે ખરીદી કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓએ ભારે મહેનત કરીને માલ તૈયાર કર્યો હોવાથી તેઓ સારા વેચાણની આશા રાખી રહ્યા છે.

વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હોળી પૂર્વે કોર્પોરેશન દ્વારા વેચાણ અંગેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેથી આ વર્ષે તંત્ર તેમને શાંતિપૂર્ણ રીતે વ્યવસાય કરવા સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
હોળીના પર્વને લઈને બજારમાં તહેવારનો માહોલ જામ્યો છે અને સાંજ સુધી ખરીદીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

વરસાદીબાડમાં સહાય ન મળવા વડોદરા મહાનગર પાલિકા ખાતે રજૂઆત કરવા વિસ્તારના રહીશો પહોંચ્યા હતા

admin

વડોદરા શહેરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદની એન્ટ્રી વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો

admin

ગાય-ભેંસના માંસના વેપારનો જનતા દળના આક્ષેપ બાદ ત્રણને પાણીગેટ પોલીસ મથકે લઈ જવાયા

admin

Leave a Comment