37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે ભણતા ક્લાસમેટ કર્નલ સોફિયા કુરેશી અંગે વધુ માહિતી આપી

ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે ભણતા ક્લાસમેટ પ્રો. દેવેશ સુથાર તેમજ સાયન્સ ફેકલ્ટીના પ્રો.વિપુલ કલમકરે દેશને ગૌરવ અપાવનાર કર્નલ સોફિયા કુરેશી અંગે વધુ માહિતી આપી હતી.

વડોદરાની એમ એસ યુનિ.ની કેમેસ્ટ્રી વિભાગમાંથી સ્નાતક અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાંથી અનુસ્તાનક સોફિયાએ વર્ષ 1997 માં કર્યું હતું.સોફિયાના ક્લાસમેટ દેવેશ સુથારેનું નિવેદન આપ્યું હતું કે સોફિયા ખૂબ મિલનસાર સ્વભાવની હતી.સોફિયાનું પહેલાથી આર્મીનું બેકગ્રાઉન્ડ રહ્યું છે.આજે અમને ખૂબ ગર્વ છે.સોફિયાએ દેશ વડોદરા અને એમ એસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.સોફિયાએ એક વર્ષ સુધી બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિધાર્થીઓને ભણાવ્યા પણ છે.પ્રોફેસર હરિ કટારિયાના ગાઈડન્સમાં તે રિસર્ચ પણ કરતી હતી.દેવેશ સુથાર હાલમાં બાયોકેમેસ્ટ્રી ફેકલ્ટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી અને યુએન શાંતિ જાળવણી દળોમાં સેવા આપી હતી.1997 માંબાયોકેમિસ્ટ્રીમાંથી રસાયણ શાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક થયા.કર્નલ સોફિયા કુરેશીએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો.સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો વિપુલ કલમકરનું નિવેદન આપતા જણાવતું કેસોફિયાએ સાયન્સ ફેકલ્ટીનું નામ રોશન કર્યું છેઅન્ય વિદ્યાર્થીઓ માટે પણ સોફિયા એક ઉદાહરણરૂપ બની છે.સોફિયા દરેક ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી એમને શુભકામના પાઠવી હતી.

Related posts

બે પેટ્રોલપંપમા ભાગીદાર ન હોવાની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વાતચીત દરમ્યાન માહિતી આપી

admin

ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરાના ગંજ; હોસ્પિટલ વેસ્ટ અને એઠવાડથી રોગચાળાની ભીતિ

admin

ડભોઈ તાલુકાના કાયાવરોહણના ફલવા ટેકરી ફળિયામાં DPમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી

admin

Leave a Comment